આચાર્યશ્રીનો સંદેશ
શ્રી મોહનભાઈ દેવજીભાઈ પટેલ
સાર્વજનિક હાઈસ્કૂલ, ભાટપુર એ ખરા અર્થમાં વિદ્યાનું ધામ છે, જયાં શિક્ષણની સાથે સાથે સંસ્કાર, શિસ્ત, સભ્યતા અને સંસ્કૃતિનું સીંચન કરવામાં આવે છે. અમારી શાળામાં અભ્યાસ અને પરીક્ષાઓ ઉપરાંત સાંસ્કૃત્તિક કાર્યક્રમો, ઉત્સવ ઉજવણી, રમતગમત સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ગામસફાઈ, શાળાસફાઇ, શૈક્ષણિક પ્રવાસો, રકતદાન શિબિરો તથા ઈત્તર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. શાળામાં પરિવારની ભાવના ઉજાગર કરે એવા પ્રમુખશ્રી વિઠ્ઠલભાઈ.જે.પટેલ અને મંત્રીશ્રી જયંતિભાઈ એલ.પટેલ(ભગત) શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા આચાર્ય વચ્ચે સેતુ સમાન છે.
અમારી શાળાના શિક્ષકો ખૂબ જ નિષ્ઠાવાન અને મહેનતુ છે. તેઓ બાળકોને માત્ર પુસ્તકીયુ જ્ઞાન ન આપતાં વિદ્યાર્થી સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અદ્યત્તન શૈક્ષણિક પધ્ધતિઓ, વિવિધ પ્રવૃત્તિઓ, પ્રયુકિત્તઓ દ્રારા શિક્ષણ આપવામાં આવે છે. આજના યુગમાં જયારે જીવનના મૂલ્યોનું ખૂબ જ ઝડપથી અધ:પતન થઈ રહ્યુ છે ત્યારે શાળાના શિક્ષકો સંસ્કાર નિર્માણ અને આદર્શ માનવોનું નિર્માણ કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહયા છે.
ભાટપુર તથા ભાટપુરની આજુબાજુના ગામના નાગરિકો પણ વિદ્યાર્થીઓના ભણતર માટે સજાગ છે. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે જુદા-જુદા ઈનામો પણ આપવામાં આવે છે. વાલીઓ સાંસ્કૃત્તિક કાર્યક્રમો અને ઇત્તર કાર્યક્રમોમાં આવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે.
અમારી હાઈસ્કૂલની સ્થાપના ઈ.સ.૧૯૪૦માં થઈ હતી. ખૂબ ઓછા વિદ્યાર્થીઓથી શરૂઆત થઈ આજે એક મોટુ વટવૃક્ષ બની ગઈ છે.
|