સાર્વજનિક હાઇસ્કૂલ - ભાટપુર
Sarvjanik Highschool - Bandharan

બંધારણ

સાર્વજનિક કેળવણી મંડળ - ભાટપુર

(૧) નામ - શરૂઆતમાં આ સંસ્થા “ધી ભાટપુર એ.વી...સ્કૂલ, ભાટપુર, તા. સંખેડાના નામથી ઓળખાતી હતી. જે પાછળથી સાર્વજનિક હાઈસ્કૂલ, બોર્ડ, ભાટપુર”નામે ઓળખાતી હતી. જેનો ટ્રસ્ટી નંબર E ૮૬૯ છે. હવે પછી તે “સાર્વજનિક કેળવણી મંડળ, ભાટપુર”તરીકે ઓળખાશે અને આ બંધારણમાં તેને ‘મંડળ’કહેવામાં આવશે.

(૨) કાર્યક્ષેત્ર -આ મંડળનું કાર્યક્ષેત્રે તથા કાર્યાલય ગામ-ભાટપુર, તા. સંખેડા, જી.વડોદરા રહેશે અને જરૂર પડે તો આ મંડળના કાર્યક્ષેત્રનો વિસ્તાર વિસ્તૃત કરવામાં આવશે.

(૩) ઉદ્દેશ-

(૧) ભાટપુરમાં પૂર્વપ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તથા ઉચ્ચ કેળવણી આપતી સંસ્થાઓ સ્થાપવી અને તેનો વહીવટ કરવો, તેમજ ઔદ્યૌગિક અને ખેતીવાડીની કેળવણી તથા માનસિક, શારીરિક અને શૈક્ષણિક વિકાસ માટે તાલીમ આપવા યોગ્ય પ્રબંધ કરવો.

(૨) ભાટપુર ગામમાં ચાલતી “સાર્વ. હાઈ. ભાટપુરનો વહીવટ કરવો.

(૩) ભાટપુર તેમજ તેમની આજુબાજુના ગામનાં બાળકો, બાળાઓ અને પ્રૌઢોમાં સંસ્કાર રેડી કેળવણીનો પ્રચાર, ભાવિ પ્રજાની રાજકીય, સામાજીક, શૈક્ષણિક અને આર્થિક ઉન્નતિ અને સર્વાંગી વિકાસ સાધવાનો છે.

(૪) આ મંડળના સામાન્ય હેતુવાળી હરીકોઈ ખાનગી અથવા જાહેર સંસ્થાનો વહીવટ લેવો અને તેને ચલાવવી.

(૫) આ મંડળના ધ્યેય અને ઉદ્દેશોને પાર પાડવા દાન, મિલ્કત અને ટ્રસ્ટ ફંડો સ્વીકારવા, સભ્યપદ સિવાયના હેતુથી પણ દાન સ્વીકારવામાં આવશે.

(૪) સંસ્થાની માલિકી-આ મંડળ સાર્વજનિક છે. મંડળ હસ્તક ચાલતી સંસ્થાઓની મિલકત અને ભંડોળ તેમજ આ મંડળનું ભંડોળ વિ. મંડળની માલિકીમાં રહેશે.

(૫) સંસ્થાનું વર્ષ-આ મંડળનું કારોબારી અને નાણાકીય વર્ષ એપ્રિલની પહેલી તારીખથી તેના પછીના વર્ષની એકત્રીસ માર્ચ સુધી રહેશે.

(૬) સભ્યપદ-પચીસ વર્ષ અથવા તેથી વધારે વર્ષની ઉંમરવાળી વ્યકિત નીચે પ્રમાણે ભરીને સભ્ય થઈ શકશે પરંતુ આ મંડળના હસ્તક ચાલતી કોઈપણ સંસ્થાની કોઈપણ પગારદાર વ્યકિત અથવા તેના હસ્તકની સંસ્થાઓનો કોઈપણ ચાલુ વિદ્યાર્થી મંડળનો સભ્ય થઈ શકશે નહિ. દરેક પ્રકારના સભ્યો કારોબારીની ચૂંટણીમાં ઉમેદવાર થઈ શકશે.

૧. કાયમી સભ્યો- રૂ.૩૦૧/-એકીસાથે આપનાર વ્યકિત મંડળનો કાયમી સભ્ય ગણાશે. આવી વ્યકિતના મૃત્યુ પછી એક વર્ષ સુધીમાં તેનો પચીસ વર્ષ અથવા તેથી વધારે ઉંમરનો કોઈ એક કાયદેસરનો વારસદાર તેના અન્ય વારસદારોની અરજીથી એકી સાથે રૂ.૩૧/-ભરીને બંધારણના નિયમોને આધીન રહીને કાયમી સભ્ય થઈ શકશે.

૨. આજીવન સભ્ય- એકી સાથે રૂ. ૧૦૧/-ફી ભરનાર વ્યકિત આજીવન સભ્ય થઈ શકશે.

૩. સામાન્ય સભ્ય- એકી સાથે રૂ.૩૧/-ફી ભરનાર વ્યકિત સામાન્ય સભ્ય કહેવાશે. સદર ફી દ્રિવાર્ષિક ફી ગણાશે. એટલે કે બે નાણાંકીય વર્ષની ફી કહેવાશે. સામાન્ય સભ્ય પદે ચાલુ રહેવા દર બે વર્ષે ઉપર પ્રમાણે ફી ભરવી પડશે.

૪. સભ્ય ફી એપ્રિલ માસની પંદરમી સુધીમાં આપવી જોઈએ ત્યાર બાદ ફી ભરનારને સભ્ય થયાની તારીખથી ત્રણ માસ પછી જ ચૂંટણી તેમજ કોઈ મુદા પર મત આપવાનો તેમજ ચુંટણીમાં ઉભા રહેવાનો અધિકાર રહેશે.

(૭) સભ્યપદ કમી થવા બાબત-  કોઈ સભ્ય રાજીનામું આપે, તેનુ મૃત્યુ થાય અથવા તેને ગાંડપણ થાય તો તેનું સભ્યપદ કમી થશે.

(૮) સામાન્ય સભા અને તેની સતા અને ફરજો

-સામાન્ય સભા કાયમી સભ્યો

વધુ વિગત