સાર્વજનિક હાઇસ્કૂલ - ભાટપુર
Sarvjanik Highschool - trustactivities

ટ્રસ્ટનાં હેતુઓ

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

આ મંડળનું કાર્યક્ષેત્રે તથા કાર્યાલય ગામ-ભાટપુર, તા. સંખેડા, જી.વડોદરા રહેશે અને જરૂર પડે તો આ મંડળના કાર્યક્ષેત્રનો વિસ્તાર વિસ્તૃત કરવામાં આવશે.

ઉદ્દેશ

(૧) ભાટપુરમાં પૂર્વપ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તથા ઉચ્ચ કેળવણી આપતી સંસ્થાઓ સ્થાપવી અને તેનો વહીવટ કરવો, તેમજ ઔદ્યૌગિક અને ખેતીવાડીની કેળવણી તથા માનસિક, શારીરિક અને શૈક્ષણિક વિકાસ માટે તાલીમ આપવા યોગ્ય પ્રબંધ કરવો.

(૨) ભાટપુર ગામમાં ચાલતી “સાર્વ. હાઈ. ભાટપુરનો વહીવટ કરવો.

(૩) ભાટપુર તેમજ તેમની આજુબાજુના ગામનાં બાળકો, બાળાઓ અને પ્રૌઢોમાં સંસ્કાર રેડી કેળવણીનો પ્રચાર, ભાવિ પ્રજાની રાજકીય, સામાજીક, શૈક્ષણિક અને આર્થિક ઉન્નતિ અને સર્વાંગી વિકાસ સાધવાનો છે.

(૪) આ મંડળના સામાન્ય હેતુવાળી હરીકોઈ ખાનગી અથવા જાહેર સંસ્થાનો વહીવટ લેવો અને તેને ચલાવવી.

(૫) આ મંડળના ધ્યેય અને ઉદ્દેશોને પાર પાડવા દાન, મિલ્કત અને ટ્રસ્ટ ફંડો સ્વીકારવા, સભ્યપદ સિવાયના હેતુથી પણ દાન સ્વીકારવામાં આવશે.